KrushiPragati – ગુજરાત કૃષિ વિકાસ, ટકાઉ ખેતી અને કૃષિ ટેક્નોલોજી માર્ગદર્શન

KrushiPragati – ગુજરાત કૃષિ વિકાસ, ટકાઉ ખેતી અને કૃષિ ટેક્નોલોજી માર્ગદર્શન

ઈ-પશુ હાટ : ભારતમાં ડેરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન પોર્ટલ

BARANDA
By -
0

ઈ-પશુ હાટ : ભારતમાં ડેરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન પોર્ટલ

ભારત સરકારનો મુખ્ય હેતુ ખેડૂતો અને પશુપાલકોના દૈનિક જીવનમાં તેમની પ્રગતિ તથા પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન આપી વધુ આવક મેળવવામાં સહાયરૂપ થવાનો છે. આ હેતુને ધ્યાનમાં રાખીને, ડિજિટલ ઈન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર દ્વારા તાજેતરમાં “ઈ-પશુ હાટ” નામથી ભારતનું સૌ પ્રથમ લાઈવસ્ટોક (પશુધન) માટેનું ઓનલાઈન માર્કેટ વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

  • આપોર્ટલનું ઉદ્ઘાટન શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરીયનની જન્મજયંતિ નિમિત્તે 26 નવેમ્બર 2016ના રોજ ભારત સરકારના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી રાધા મોહનસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.

  • ઈ-પશુ હાટ પોર્ટલ દ્વારાખેડૂતો અને પશુપાલકો ઘેર બેઠા પશુધન, ફ્રોઝન વીર્ય, ફ્રોઝન ગર્ભ વગેરે ખરીદી-વેચાણ કરી શકે છે. આ પોર્ટલનો સૌથી મોટો ફાયદો એ છે કે એક રાજ્યનો ખેડૂત અન્ય રાજ્યમાંથી પણ સરળતાથી પશુધન મેળવી શકે છે.

  • પોર્ટલનોસરનામું: https://epashuhaat.gov.in/

ઈ-પશુ હાટની જરૂરિયાત

  • તાજેતરના સમયમાં ડેરી ઉત્પાદન ઘટતું ગયું છે. ઘણાં ખેડૂતોનેપર્યાપ્ત પશુધન ન મળવાથી દૂધ ઉત્પાદન ઘટી રહ્યું છે. આ પરિસ્થિતિમાં, કેન્દ્ર સરકારએ સમગ્ર દેશમાં ખેડૂતો માટે એક એવો પ્લેટફોર્મ બનાવ્યો જ્યાં તેઓ પોતાનું પશુધન વેપાર કરી શકે. આ પોર્ટલ દ્વારા ગર્ભ, વીર્ય તેમજ અન્ય સુવિધાઓ માટે પણ વેપાર કરી શકાય છે.

ઈ-પશુ હાટના ફાયદા

  1. ઘર બેઠા ખરીદી-વેચાણ: ખેડૂતોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની જરૂર નથી.
  2. રાજ્યથી રાજ્ય વેપાર: એક રાજ્યના ખેડૂતો અન્ય રાજ્યના ખેડૂતો સાથે વેપાર કરી શકે છે.
  3. હોમ ડિલિવરી સુવિધા: ખરીદેલું પશુધન ઘેર પહોંચાડવાની વ્યવસ્થા છે.
  4. સંગઠિત બજાર: હાલના સમયમાં પશુધન માટે કોઈ સંગઠિત બજાર નથી, આ પોર્ટલ પહેલું સંગઠિત બજાર છે.
  5. પરિવહન સુવિધા: પશુધનને એક રાજ્યથી બીજા રાજ્યમાં સરળતાથી લઈ જવાની વ્યવસ્થા છે.

પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો

  1. વેબસાઇટ ખોલો: https://epashuhaat.gov.in/ પર જાઓ.
  2. લૉગિન અથવા રજીસ્ટ્રેશન:
    • LOGIN બટન પર ક્લિક કરો.
    • નવા વપરાશકર્તા હોય તો NEW REGISTRATION પર ક્લિક કરો.
  3. રજીસ્ટ્રેશન ફોર્મ ભરો:
    • આધાર નંબર નાખો અને વેરિફાય કરો.
    • યુઝર નેમ, પાસવર્ડ અને જરૂરી વિગતો ભરો.
  4. લૉગિન કરો:
    • રજીસ્ટ્રેશન બાદ મળેલ Login ID અને Passwordથી પોર્ટલમાં પ્રવેશ કરો.
  5. વેપાર શરૂ કરો:
    • પશુધન અથવા સંબંધિત પ્રોડક્ટ્સ માટે ખરીદી-વેચાણ કરો.

પરિણામ અને આંકડા

પોર્ટલ શરૂ થયા બાદથી (26 નવેમ્બર 2016થી 19 જૂન 2017 સુધી):

  • ફ્રોઝન વીર્યના ડોઝનું ઉત્પાદન: 4,79,38,170 ડોઝ
  • ફ્રોઝન વીર્યના ડોઝનું વેચાણ: 3,38,27,421 ડોઝ

પોર્ટલ પર માતૃભાષા પસંદગીની સુવિધા પણ ઉપલબ્ધ છે જેથી ખેડૂતોને પોતાની ભાષામાં માહિતી મળે.

પોર્ટલ પર ઉપલબ્ધ અન્ય સુવિધાઓ

  • જર્મ-પ્લાઝમ માર્કેટ પ્લેસ
  • ઈ-લર્નિંગ
  • વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
  • હેલ્પ-ડેસ્ક

નિષ્કર્ષ

  • ઈ-પશુ હાટ ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પશુપાલનઅને ડેરી ક્ષેત્રમાં વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો એક આગવો પ્રયાસ છે. દરેક ખેડૂતમિત્રોએ આ સેવા નો લાભ લેવી જોઈએ.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)
3/related/default