આત્મા યોજના શું છે?
By -BARANDA
ઑગસ્ટ 14, 2025
🌾 આત્મા યોજના શું છે?
- આત્મા (Agricultural Technology Management Agency) એ જીલ્લા સ્તરે કાર્યરત સંસ્થા છે, જે ખેડૂતોના સર્વાંગી વિકાસ અને ટકાઉ કૃષિ વિકાસ માટે કામ કરે છે.
- આ યોજનાનો મુખ્ય હેતુ છે — નવી કૃષિ ટેકનોલોજી અને સંશોધન સીધા ખેડૂતો સુધી પહોંચાડવોઅને તેઓને પોતાના નિર્ણય લેવા માટે સશક્ત બનાવવું.
💡 યોજનાના મુખ્ય લાભો
- કૃષિ તાલીમ – જીલ્લા, રાજ્ય અને રાજ્ય બહાર સુધીની તાલીમ વ્યવસ્થા.
- નિદર્શન પ્લોટ્સ – ખેડૂતોના ખેતરમાં નવા સંશોધનનો પ્રયોગ.
- પ્રેરણા પ્રવાસ – નવી ટેકનોલોજી જાણવા અને અપનાવવા પ્રવાસ.
- કૃષિ મેળા/પ્રદર્શન – નવીન ખેતી પદ્ધતિઓનો પરિચય.
- ખેડૂત-વૈજ્ઞાનિક ગોષ્ઠિ – સીધી ચર્ચા અને માર્ગદર્શન.
- ખેતર શાળા (Farm School) – પ્રગતિશીલ ખેડૂતો પાસેથી શીખવાની વ્યવસ્થા.
- Best ATMA Farmers Award – તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષાએ પુરસ્કાર.
- કૃષિ સાહિત્ય પ્રકાશન – ખેતી અંગે માહિતીસભર સામગ્રી પ્રકાશિત કરવી.
📝 કેવી રીતે જોડાશો?
- તમારા ગામમાં Farmers Interest Group (FIG) બનાવવો.
- આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર મારફત રજીસ્ટ્રેશન કરાવવું.
- ગ્રુપ સાઈઝ: 11–20 ખેડૂત
- નોંધણી ફી: ₹250 પ્રતિ ગ્રુપ (₹10 પ્રતિ સભ્ય)
- સંપર્ક: Farmers Friend (ગામ સ્તરે) અથવા Block Technology Manager (તાલુકા સ્તરે).
📌 ફંડિંગ
- ભારત સરકાર: 90% ફાળો
- રાજ્ય સરકાર: 10% ફાળો