KrushiPragati – ગુજરાત કૃષિ વિકાસ, ટકાઉ ખેતી અને કૃષિ ટેક્નોલોજી માર્ગદર્શન

KrushiPragati – ગુજરાત કૃષિ વિકાસ, ટકાઉ ખેતી અને કૃષિ ટેક્નોલોજી માર્ગદર્શન

પશુઓમાં થતા રોગોના પ્રાથમિક લક્ષણો અને અટકાવવાના ઉપાયો

BARANDA
By -
0

પશુઓમાં થતા રોગોના પ્રાથમિક લક્ષણો અને અટકાવવાના ઉપાયો

પરિચય

ભારત એકકૃષિપ્રધાન દેશ છે અને મોટા ભાગના ખેડૂતો ખેતી સાથે પશુપાલન પણ કરે છે. જો પશુઓમાં થતા રોગોની યોગ્ય તકેદારી લેવામાં ન આવે, તો તેનાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડે છે. આ માટે, પશુઓમાં થતા સામાન્ય અને ગંભીર રોગોના પ્રાથમિક લક્ષણો તેમજ તેમને અટકાવવાના ઉપાયો અંગે જાણકારી રાખવી જરૂરી છે.

 

પશુઓમાં થતા રોગોના પ્રાથમિક લક્ષણો અને અટકાવવાના ઉપાયો
પશુઓમાં થતા રોગોના પ્રાથમિક લક્ષણો અને અટકાવવાના ઉપાયો

૧. બેક્ટેરિયા દ્વારા થતા રોગો

ગળસુંઢો (HS)

  • લક્ષણો:
    • 105°F થી 108°F તાવ
    • મોઢામાંથી લાળ પડવી
    • શ્વાસોચ્છવાસ અને ધબકારા વધવું
    • ગળા પાસે સોજો અને અવાજ
    • 24–36 કલાકમાં મૃત્યુ શક્ય
  • અટકાવ:
    • દર 6 માસે રસીકરણ (મે-જૂન અને ડિસેમ્બર)
    • તાત્કાલિક પશુચિકિત્સકની સારવાર

ગાંઠિયો તાવ (BQ)

  • લક્ષણો:
    • પાછલા પગમાં સોજો
    • સખત તાવ, બેચેની
    • થાપા ભાગે કાળું પ્રવાહી અને ક્રીપીટેશન અવાજ
    • 24 કલાકમાં મૃત્યુ શક્ય
  • અટકાવ:
    • ચોમાસા પહેલાં જોખમી વિસ્તારોમાં રસીકરણ

કાળિયો તાવ (Anthrax)

  • લક્ષણો:
    • શાંતિ અથવા ઉશ્કેરાટ
    • 107°F તાવ
    • આંખ લાલ, દૂધમાં લાલાશ/પીળાશ
    • કુદરતી દ્વારમાંથી લોહી
    • સોજો ગળા, જીભ અથવા યોની ભાગે
  • અટકાવ:
    • જૂનમાં રસીકરણ
    • રોગગ્રસ્ત વિસ્તારોમાં 3 વર્ષ સતત રસીકરણ

એન્ટ્રોટોક્સેમિયા (માથાવટુ)

  • લક્ષણો:
    • માથું, ચહેરું, ગળામાં સોજો
    • ઝાડા અને હાંફ ચડવી
    • ચકરી ખાઈને પડી જવું
  • અટકાવ:
    • મે-જૂનમાં રસીકરણ
    • સફાઈ, મળમૂત્ર નિકાલ
    • રોગગ્રસ્ત પશુને અલગ રાખવું

૨. વાયરસ દ્વારા થતા રોગો

ખરવા-મોવાસા (FMD)

  • લક્ષણો:
    • તાવ, મોઢામાંથી લાળ
    • મોઢા, જીભ, હોઠમાં ફોલ્લાં/ચાંદા
    • પગની ખરીઓમાં ચાંદા
    • દૂધ ઉત્પાદન 25%–60% ઘટવું
  • અટકાવ:
    • જુન-જુલાઈ અને નવેમ્બર-ડિસેમ્બર રસીકરણ
    • સોડિયમ હાઈડ્રોક્સાઈડ અથવા સાઈટ્રીક એસિડથી સફાઈ
    • રોગગ્રસ્ત પશુને અલગ રાખવું

પી.પી.આર. (PPR)

  • લક્ષણો:
    • આંખ/નાકમાંથી પ્રવાહી
    • મોઢામાં ચાંદા, દુર્ગંધ ઝાડા
    • તાવ, સુસ્તી, મૃત્યુ શક્ય
  • અટકાવ:
    • દવાવાળા દ્રાવણથી મોઢું ધોવું
    • રસીકરણ અને સ્વચ્છતા

૩. આંતરપરોપજીવી કૃમીથી થતા રોગો

  • લક્ષણો:
    • પેટમાં ચૂંક, વિકાસ અટકવો
    • દુર્ગંધવાળા કાળા ઝાડા
    • જડબા નીચે સોજો
    • દૂધ ઉત્પાદન ઘટવું
  • અટકાવ:
    • ચોમાસા પહેલાં અને પછી કૃમિનાશક દવા
    • ચરાગાહની સફાઈ
    • પાણીના સ્ત્રોતથી દૂર ચરાવવું

૪. અન્ય સામાન્ય રોગો

આફરો (Bloat)

  • લક્ષણો:
    • પેટ ફુલવું, ઊઠબેસ કરવું
    • શ્વાસમાં તકલીફ, જીભ બહાર આવવી
  • અટકાવ:
    • તેલ-ટરપેન્ટાઈન પીવડાવવું
    • પ્રોટીન સાથે રેસાવાળો ચારો આપવો

આઉનો રોગ (Mastitis)

  • લક્ષણો:
    • દૂધ પાણી જેવું, ગઠ્ઠાવાળું
    • આંચળ-આઉ કઠણ, તાવ
  • અટકાવ:
    • દૂધ દોહતા પહેલા સ્વચ્છતા
    • રોગગ્રસ્ત પશુને છેલ્લે દોહવું

૫. ચયાપચયના રોગો

દુધિયો તાવ (Milk Fever)

  • લક્ષણો:
    • વિયાણ પછી 24–72 કલાકમાં સુસ્તી
    • ખાવાનું બંધ, ઠંડુ પડવું
  • અટકાવ:
    • વિયાણ પહેલાં વધારાનું કેલ્શિયમ ન આપવું

કીટોસિસ

  • લક્ષણો:
    • વજન ઝડપથી ઘટવું
    • દૂધ ઉત્પાદન ઘટવું
  • અટકાવ:
    • ગોળની રસી પીવડાવવી

નિષ્કર્ષ

પશુઓમાં થતારોગોની સમયસર ઓળખ અને અટકાવાના ઉપાયો અપનાવવાથી મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન અટકાવી શકાય છે. રસીકરણ, સ્વચ્છતા અને યોગ્ય ખોરાક પશુઓના સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વપૂર્ણ છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)
3/related/default